loader

Breaking News


Home > Gujarat > યુવાશક્તિને ટેકનોલોજીયુક્ત શિક્ષણ પુરૂ પાડવા નમો ટેબ્લેટ


Foto

યુવાશક્તિને ટેકનોલોજીયુક્ત શિક્ષણ પુરૂ પાડવા નમો ટેબ્લેટ

Oct. 10, 2018, 1:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : યુવા મહોત્સવો યુવા ધનની આંતરિક શક્તિઓને બહાર લાવી રાષ્ટ્રભકિત માટે પ્રેરણાનાં પણ અવસર છે. આ યુવાશક્તિના થનગનાટથી જ ગુજરાત વાયબ્રન્ટ છે. મુખ્યમંત્રીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ત્રિ-દિવસીય યુવક મહોત્સવનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં છાત્રોને નમો ઇ ટેબલેટનું પ્રતીક વિતરણ કર્યુ હતું, આ ટેબલેટ રાજયનાં યુવાનોને ટેકનોલોજી સાથે જોડવામાં મદદરૂપ થશે. એવો આશાવાદ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રનાં સપૂતો જામ રણજીતસિંહજી, ભકત કવિ નરસિંહ મહેતા, સંતો, શુરાઓ, વગેરેને આ તકે નતમસ્તકે યાદ કર્યા હતા અને તેમના પ્રદાનને બિરદાવ્યું હતું ગુજરાતીઓની વ્યવસાય પ્રીતિની સરાહના કરતાં પણ મુખ્યમંત્રીએ રાજયનો યુવાન નોકરી વાંચ્છુ નહિં પરંતું સ્વરોજગારનાં સર્જન થકી નોકરીદાતા બને એવો ઉપસ્થિત યુવાનોને અનુરોધ કર્યો હતો. શિક્ષણ ઉપરાંત રોજગાર ક્ષેત્રે ગુજરાતનાં યુવાનોને અવ્વલ રાખવા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, રાજયનાં ૧ લાખ યુવાનોને કૌશલ્યસભર બનાવવાનાં લક્ષ્યાંક સામે અત્યાર સુધી કુલ ૫૩ હજાર યુવાનોને તેમની રૂચિ મુજબના ક્ષેત્રમાં કુશળ બનાવી તેમના માટે રાજય સરકારે રોજગારીનું સર્જન કર્યું છે.