loader

Breaking News


Home > National > નણંદને 500ની જગ્યાએ 1000 રૂપિયા આપતા દેખી ભાભીએ ગુસ્સામાં લગાવ્યો ગળે ફાંસો


Foto

નણંદને 500ની જગ્યાએ 1000 રૂપિયા આપતા દેખી ભાભીએ ગુસ્સામાં લગાવ્યો ગળે ફાંસો

Aug. 27, 2018, 11:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રક્ષાબંધનનાં પવિત્ર તહેવારમાં ભાઇને રાખડી બાંધી બહેનને 1000 રૂપિયા આપવા એક પતિ માટે ભારે પડ્યા હતા. કાનપુરની આ ઘટનાએ રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને લાજ્યો હતો. સુત્રોનાં જણાવ્યાં મુજબ નણંદને 1000 રૂપિયા આપવાની વાત પર એક પત્નિએ ગળે આપંસો ખાતા ચકચાર મચી ગયો હતો.



ભાઇ અને બહેનનાં પવિત્ર સંબંધને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. જ્યા ભાઇ બહેન પાસે રાખડી બંધાવીને કોઇને કોઇ ભેટ આપે છે. પરંતુ આ સંબંધને લાજે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કાનપુરમાં એક પત્નિએ પોતાના પતિને બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ 500 રૂપિયા આપવાની વાત કરી હતી પરંતુ તેના પતિએ 500ની જગ્યાએ 1000 રૂપિયા આપતા પત્નિનો પારો ગરમ થતા તેણે ગળે ફાંસો ખાઇ લીધો હતો. જો કે તે પહેલા પતિ-પત્નિ વચ્ચે ખૂબ બોલાચાલી થઇ ત્યાર બાદ પતિએ તે જગ્યા છોડી ટેરેસ પર જતો રહ્યો અને ગુસ્સામાં લાલઘૂમ પત્નિએ ગળે ફાંસો ખાઇ લીધો. જો કે તેના દિયરે ભાભીને લટકતા જોઇ બુમો પાડી અને તેને નીચે ઉતારી હતી. સુત્રોનાં જણાવ્યાં મુજબ તે મહિલાને નજીકનાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા તેની હાલાત અતિ ગંભીર છે.