loader

Breaking News


Home > National > પત્રકારત્વની શરૂઆત મહાભારતકાળમાં થઇઃ દિનેશ શર્મા


Foto

પત્રકારત્વની શરૂઆત મહાભારતકાળમાં થઇઃ દિનેશ શર્મા

June 1, 2018, 1:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજનાંં આધુનિક જીવનમાં કોઇ તમને કહે કે પત્રકારત્વની શરૂઆત મહાભારતકાળમાં થઇ હતી, તો તમે શું પ્રતિક્રિયા આપશો? આ નિવેદન યુપીનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ આપ્યુ હતુ. તેટલુ જ નહી તેમણે નારદ મુનીને ગૂગલ સાથે પણ સરખાવ્યા હતા.



ભાજપનાં નેતાઓ જાણે ભાન ભૂલી ગયા હોય તેવા બફાટો કરવા લાગ્યા છે. થોડા સમય પહેલા ત્રિપુરાનાં સીએમ બિપ્લવ દેવે મહાભારત સમયે ઇંટરનેટ હોવાનું કહી લોકોને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ ગુજરાતનાં સીએમ વિજયભાઇ રૂપાણીએ તો ત્યા સુધી કહ્યુ હતુ કે, ભગવાન રામનાં બાણમાં ઇશરોની મિશાઇલ જેવો પાવર હતો. એકવાર ફરી બીજેપીનાં નેતા દ્વારા એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. યુપીનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા નારદ મુનીને માહિતી પ્રસારણનું(ગૂગલ) શ્રેષ્ઠ ઉદાહરણ બતાવ્યા હતા. તે જ નહી તેમણે પત્રકારત્વની શરૂઆત મહાભારતકાળમાં થઇ હોવાનો દાવો પણ ઠોક્યો હતો. જો કે આ નિવેદન બાદ તેમનો સોશિયલ મીડિયામાં ખૂબ મઝાક ઉડાવવામાં આવી રહ્યો છે.