loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી બોલ્યાં, દેશના વિકાસમાં ઉત્તરાખંડની મોટી ભૂમિકા


Foto

નરેન્દ્ર મોદી બોલ્યાં, દેશના વિકાસમાં ઉત્તરાખંડની મોટી ભૂમિકા

Oct. 8, 2018, 4:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દહેરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, આજે ઉત્તરાખંડમાં તમામ ઔદ્યોગિક સમુહના લોકો એકત્રિત થઇ રહ્યા છે. દેશ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં પરિવર્તનને લઇને અભૂતપૂર્વ શક્યતા રહેલી છે. આવનાર સમયમાં અનેક મોટા કામો થવા જઈ રહ્યા છે. દુનિયાની તમામ મોટી સંસ્થાઓ માની રહી છે કે, ભવિષ્યમાં ૮૦ કરોડ યુવાઓ ધરાવનાર ભારત દુનિયાની પ્રગતિ માટે એક ગ્રોથ એન્જીન તરીકે સાબિત થશે.

નવા ભારતના વિકાસમાં ઉત્તરાખંડની પણ મોટી ભૂમિકા છે. આજનું ઉત્તરાખંડ યુવા અને ઉર્જાથી ભરેલુ છે. અહીં વિકાસની વ્યાપક તકો રહેલી છે. ૧૩ નવા પ્રવાસ સ્થળોના વિકાસની પહેલ કરવામાં આવી ચુકી છે. દેશમાં એવિએશન સેક્ટરના વિકાસ માટે આશરે ૧૦૦ નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ઇન્વેસ્ટર્સ સમિટ બે દિવસ સુધી ચાલનાર છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ૮ ઓક્ટોબરે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. ઉત્તરાખંડમાં અલગ છાપ ઉભી કરી રહ્યું છે. તે સ્પિરિચ્યુઅલ ઈકો ઝોન છે.