loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં ચાર ચુંટણી પ્રચાર રેલીઓને સંબોધિત કરશે


Foto

નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં ચાર ચુંટણી પ્રચાર રેલીઓને સંબોધિત કરશે

May 5, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા ચુંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને હવે પ્રચારનું આક્રમક સ્વરૂપ બહાર આવી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર રેલી કરશે જેમાં કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની બેઠક શિમોગાની શિકારપુરા પણ સામેલ છે.

PM મોદી બુધવારથી સતત કર્ણાટકમાં રેલીઓ યોજી રહ્યા છે. આ અગાઉ ગુલ્બર્ગો બેલ્લારી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોરમાં ચુંટણી રેલી યોજી હતી. આજે પ્રધાનમંત્રી હસન જીલ્લાનાં નીલામંગલા, ચીકનમંગલુરુંની શિમોગા, મંગલુરું અને હાવેરી જીલ્લાનાં ગડગમાં ચુંટણી પ્રચાર કરશે.

બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે ટ્વીટ કરીને પોતાની રેલીઓની જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મમોદીએ જણાવ્યું હતું કે તેઓ ફરી એકવાર કર્ણાટકનાં લોકોને સંબોધિત કરવા જઈ રહ્યા છે. મોદીએ જણાવ્યું હતું કે તેઓ આજે ૪ રેલીઓને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ૧૫ રેલી કરવાના હતા પરંતુ તેઓ ૨૧ રેલીઓ કરી શકે છે તેવી શક્યતાઓ છે.