loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી આવતીકાલે શાંઘાઈ સહયોગ સંગઠનનાં સંમેલનમાં ભાગ લેવા ચીન જશે


Foto

નરેન્દ્ર મોદી આવતીકાલે શાંઘાઈ સહયોગ સંગઠનનાં સંમેલનમાં ભાગ લેવા ચીન જશે

June 8, 2018, 9:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠનનાં શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવતીકાલે ચીન જશે. આ દરમિયાન ભારત સામે વધતી જતો આતંકી મુસીબતોનો મુકાબલો કરવાની રીત અને શાંઘાઈ સહયોગ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મુકવામાં આવશે. છેલ્લા દોઢ મહિનામાં આ બીજો પ્રસંગ હશે કે PM મોદી ચીન ગયા હોય.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જીન્પીન્ગની અધ્યક્ષતામાં શાડોંગ પ્રાંતનાં કિંગદાઓ શહેરમાં નવ અને દસ જુનના રોજ આયોજિત થઇ રહેલ ૧૮ માં શાંઘાઈ સહયોગ સંગઠનમાં નરેન્દ્ર મોદી ભાગ લેશે. ભારત અને પાકિસ્તાન ગયા વર્ષે આ સંગઠનનાં સભ્ય બન્યાં છે અને આ વખતે પહેલી વખત પૂર્ણ સભ્યનાં રૂપે ભાગ લઇ રહ્યા છે.