loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી યોગદિવસની ઉજવણી દહેરાદુનમાં કરશે


Foto

નરેન્દ્ર મોદી યોગદિવસની ઉજવણી દહેરાદુનમાં કરશે

May 28, 2018, 2:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દહેરાદુન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દહેરાદુન જશે. ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારનાં ચાર વર્ષ પુરા થયાની ઉજવણીમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી રાવતે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ માટે પ્રધાનમંત્રી મોદી અને તેમેની સરકારનાં મનમાં વિશેષ પ્રેમ છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી દહેરાદુનમાં કરશે.

આયોજન સ્થળની જાણકારી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે યોગ દિવસની ઉજવણી FRI બિલ્ડીંગની નજીક થઇ શકે છે. રાવતે કેન્દ્ર સરકારનાં ચાર વર્ષ પુરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે દેશનાં અને દરેકના કલ્યાણ માટે મોદી સરકારે ઘણા પગલાં લીધા છે.