loader

Breaking News


Home > National > મોદીનો દેખાયો ગાંડો ક્રેઝ, કર્ણાટકનાં શખ્સે પીઠ પાછળ મોદીનું ટેટું ચિતરાવ્યું.


Foto

મોદીનો દેખાયો ગાંડો ક્રેઝ, કર્ણાટકનાં શખ્સે પીઠ પાછળ મોદીનું ટેટું ચિતરાવ્યું.

May 8, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:કર્ણાટકની ચૂંટણીઓમાં, ભાજપ ખુબજ જોરશોરથી રેલીઓ કાઢીને કર્ણાટકમાં પણ ભાજપની સરકાર આવે તેવો પ્રયાસ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્સાહથી જોડાયા છે. હાલમાં જ તેઓની રેલીમાં એવું કંઈક જોવાં મળ્યું હતું તેનાથી દરેકને આશ્ચર્ય થયું હતું. મોદીની કર્ણાટકમાં રાયચુરની રેલીમાં, બાસાવરાજ નામના વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામનું ટેટૂ તેની પીઠ પાછળ કરીને વડા પ્રધાનની રેલીમાં હાજરી આપી હતી. આ ટેટૂ બનાવવા પાછળ 15 કલાકનો સમય થયો હતો. બાસાવરાજ વડા પ્રધાનનું મોટું ટેટૂ બનાવવા ઇચ્છતો હતો જેથી તે કહી શકે કે તે ભારતીય જનતા પાર્ટીનો કેટલો મોટો સભ્ય છે.

તેમણે પીઠ પર મોદીનું ટેટૂ બનાવ્યું હતું.આ ટેટુની અંદર નરેન્દ્ર મોદી, ચશ્મા પહેરી રહ્યા છે, જેમાં તેમની દાઢી બતાવવામાં આવી છે તેમની એક તરફનો ખભો પણ આ ટેટુ જોઈ શકાય છે. અને તેમનો મોદી સ્ટાઇલનો ઝભ્ભો પણ બતાવવામાં આવી રહ્યો છે બાસાવરાજે જણાવ્યું હતું કે ,, "હું આ ટેટૂ બનાવવા માટે મેં 15 કલાકનો સમય લીધો હતો,આ ટેટુ મેં એટલાં માટે બનાવ્યું કારણ કે આપણા વડા પ્રધાને ચાર વર્ષમાં ઘણાં સારાં કામ કર્યા છે."

૧૨ મી મેંના રોજ કર્ણાટકમાં મતદાન યોજાશે ત્યારબાદ ૧૫ મી મેના રોજ કર્ણાટકમાં મતગણતરી થશે.