loader

Breaking News


Home > Gujarat > વિવાદને લીધે નહી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું : નરેશ પટેલ


Foto

વિવાદને લીધે નહી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું : નરેશ પટેલ

April 7, 2018, 2:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામા અને તેને પાછુ ખેંચી લેવાના છેલ્લા ત્રણ દિવસના ઘટનાક્રમ બાદ આજે ખુદ ચેરમેન નરેશ પટેલ અને ખોડલધામના આગેવાનો એક મંચ પર સાથે આવી પત્રકાર પરિષદને સંબોધી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસા કર્યા હતા. ખાસ કરીને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટ પણે ખુલાસો કર્યો હતો કે, તેમને કોઇની સાથે વાદ-વિવાદ નથી, તેમણે કોઇની સાથેના આંતરિક કલહના લીધે નહી પરંતુ પર્સનલ કારણોસર અને વ્યકિતગત જીવનને ધ્યાનમાં લઇને પોતાનું રાજીનામું આપ્યું હતું.

જો કે, તેમના રાજીનામાથી રાજયભરમાં મચેલા ઉહાપોહ અને પાટીદાર સંસ્થાઓમાં એક પછી એક રાજીનામાં પડતા પરિÂસ્થતિની ગંભીરતા અને ખોડલધામના હોદ્દેદારો વિદ્યાર્થીઓની લાગણીને માન આપી તેમણે પોતાનું રાજીનામું પાછુ ખેંચી લીધું છે.

નરેશ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પરેશ ગજેરા પર તેમના રાજીનામાને લઇ જે ગંભીર આક્ષેપો થયા હતા, તે બિલકુલ ખોટા છે. પરેશ ગજેરા તેમના નાના ભાઇ જેવા છે અને પાટીદાર સમાજના અગ્રણી સભ્ય છે, તેની સાથે કે અન્ય કોઇ સાથે તેમને કોઇ મનદુઃખ નથી પરંતુ, તેમના વ્યકિતગત જીવનમાં સમય નહી ફાળવી શકાતો હોઇ તેમ જ તેમના બિઝનેસ અને અન્ય સંસ્થાઓ માટે તેઓ જે વિકાસ કાર્ય કરવા ઇચ્છે છે તે માટે સમય નહી મળી શકતો હોઇ તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માંગતા હતા અને તે કારણથી જ તેમણે ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું.