loader

Breaking News


Home > Gujarat > ખોડલધામનાં ચેરમેન પદેથી આપેલું રાજીનામું નરેશ પટેલે પાછું ખેંચ્યું, જાણો વધુ વિગત


Foto

ખોડલધામનાં ચેરમેન પદેથી આપેલું રાજીનામું નરેશ પટેલે પાછું ખેંચ્યું, જાણો વધુ વિગત

April 4, 2018, 12:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામમાંથી નરેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું જો કે હવે તે પરત ખેંચ્યું છે. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, મોભીઓ દ્વારા સતત રાજીનામું પરત ખેંચવાના આગ્રહને કારણે નરેશ પટેલે આ નિર્ણય લીધો છે. સમાજના હિત માટે તેઓએ રાજીનામું પરત ખેંચ્યું હોવાની વાત સુત્રોએ કરી હતી.

ખોડલધામમાંથી નરેશ પેટેલે અચાનક આપેલા રાજીનામાથી પાટીદાર સમાજમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા. ખોડલધામ ટ્રસ્ટમાં એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી નારાજ થઈને નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હતી. જો કે પાટીદાર સમાજનાં યુવાનોએ ખોડલધામનું ભગવાકરણ થઇ રહ્યું હોવાનું જણાવીને ભાજપ પર આક્ષેપ પણ કર્યો હતો.

આ મુદ્દે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ‪શ્રી ખોડલધામ-કાગવડ એ પાટીદાર સમાજ ની ભક્તિ માં એકતા નું સ્થાન છે.અમુક ટ્રસ્ટીઓ ના ભગવાકરણ ના કારણે શ્રી નરેશભાઈ પટેલે રાજીનામુ આપ્યું છે.નરેશભાઈ મૌન છે પણ હકીકત આ છે.ખાનગી સૂત્રો અને સમાજ ના મુખ્ય આગેવાનો આ સત્ય ના શૂર સાથે સહમત પણ હશે.નરેશભાઈ સાથે દગો કરવામાં આવ્યો છે.‬