loader

Breaking News


Home > Bollywood > બોલીવુડમાં છવાઈ જવાં નરગિસ તૈયાર


Foto

બોલીવુડમાં છવાઈ જવાં નરગિસ તૈયાર

Feb. 24, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:નરગિસ ફખ્રી બોલીવુડમાં છવાઈ જવા ફરી તૈયાર થઇ ગઈ છે.અભિનેત્રી હાલમાં લંડનમાં હોરર ફિલ્મ "અમાવસ"નું ફિલ્મનું શુટિંગ કરી રહી છે.ફિલ્મના સેટની તસવીર સોશીયલ મીડિયા પર તેણે શેર કરતાં વાયરલ બની હતી.ફિલ્મનું દિગ્દર્શક ભૂષણ પટેલ કરી રહ્યો છે.જેણે અગાઉ રાગીની એમએમએસ ટુ, અલોન, ૧૯૨૦ અને એવિલ રીટર્ન્સ જેવી ફિલ્મો આપી છે.હાલમાં બોલીવુડમાં હોરર ફિલ્મનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.અનુષ્કા શર્મા પણ હવે એક હોરર ફિલ્મમાં જોવાં મળશે.

નરગિસ ઘણાં લાંબા સમય બાદ ભારત પરત ફરી રહી છે.ઉદય ચોપરા સાથેનાં બ્રેકઅપ બાદ અભિનેત્રી ડિપ્રેશનનો ભોગ બની હતી.તેની સારવાર માટે અમેરિકા જતી રહી હતી.તેણે બોલીવુડનાં માંધાતાઓ સાથે વાતચીતનો પણ સંબંધ રાખ્યો નહોતો.તેની બધી જ કામગીરી તેનો મેનેજર સંભાળી રહ્યો હતો.