loader

Breaking News


Home > Gujarat > નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ગુજરાતને નર્મદાનાં ડેડવોટર પાણીની ફાળવણી મંજુર કરી


Foto

નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ગુજરાતને નર્મદાનાં ડેડવોટર પાણીની ફાળવણી મંજુર કરી

Feb. 10, 2018, 4:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં પાણીની સમસ્યા વધી છે ત્યારે નવી દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરીટીની એક બેઠક યોજાઈ હતી જેમાં ઓથોરીટીએ ગુજરાતને નર્મદા ડેમનાં સીપેજ તથા ડેડવોટર પાણીની ફાળવણીની મંજુરી આપી દીધી હતી જેના કારણે ગુજરાત પર તોળાઈ રહેલું જળ સંકટ ઓછું થયું છે. ગુજરાતને આ પાણી ફાળવાયા બાદ નર્મદા આધારિત ૧૦ હજાર ગામ અને ૧૬૭ શહેરોને ૩૧ જુલાઈ સુધી પાણીની સમસ્યા રહેશે નહી.

નર્મદા ઓથોરીટીએ આ મંજુરી આપી દીધી છે પણ ગુજરાતને વધારાનું પાણી ક્યાંથી આપવામાં આવશે અને કોના અનામત જથ્થામાંથી આપવામાં આવશે તેની સ્પષ્ટતા સરકારે તેમજ નર્મદા નિગમનાં સીએમડીએ આપી નથી. સરદાર સરોવરમાં પાણીની ક્ષમતાં ૫.૭૬૦ અબજ ઘનમીટર છે ત્યારે હાલ ફક્ત ૩ ટકા એટલે કે ૦.૨૦૦ ઘનમીટર પાણી જ વધ્યું છે તેવી સ્થિતિ અન્ય ડેમોની પણ છે. વધુમાં સેન્ટ્રલ વોટર કમીશનની માહિતી મુજબ રાજ્યનાં મોટા ૧૦ ડેમમાં તેની ક્ષમતાં કરતાં ફક્ત ૪૫ ટકા જ પાણી બચ્યું છે. ઉકાઈની ક્ષમતા ૬.૬૧૫ અબજ ઘન મીટર છે ત્યારે તેની સમાઈ હાલ ફક્ત ૩૮ ટકા એટલે કે ૨.૫૨૩ અબજ ઘન મીટર પાણી વધ્યું છે.