loader

Breaking News


Home > Gujarat > નરોડા પાટિયા કાંડમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે, માયા કોડનાની - બાબુ બજરંગી સહીત ૩૨ છે દોષિત


Foto

નરોડા પાટિયા કાંડમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે, માયા કોડનાની - બાબુ બજરંગી સહીત ૩૨ છે દોષિત

April 20, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : 2002 નાં નરોડા પાટિયા કેસનો આજે ચુકાદો આવશે. આ કેસમાં સ્પેશયલ કોર્ટે ભાજપનાં ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહીત ૩૨ લોકોને દોષી ઠેરવવામાં આવ્યાં હતા. તેમની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે.

૧૬ વર્ષ પહેલા ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ અમદાવાદનાં નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં ડબ્બા સળગાવવાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા ત્યારે નરોડા પાટિયા વિસ્તાર સૌથી ખરાબ રીતે તોફાનગ્રસ્ત હતો. અહી ૯૭ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી જયારે ૩૩ લોકો ઘાયલ થયા હતા.

નરોડા પાટિયા કાંડનો કેસ ઓગસ્ટ ૨૦૦૯ માં શરુ થયો હતો જેમાં કુલ ૬૨ આરોપીઓ બનાવવામાં આવ્યા હતા. આ કેસ અંતગર્ત સ્પેશ્યલ કોર્ટે માયા કોડનાની અને બજરંગ દળનાં બાબુ બજરંગી સહીત ૩૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા તેમજ અન્ય ૨૯ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા.