loader

Breaking News


Home > Gujarat > નરોડા પાટિયા કેસ : માયા કોડનાની નિર્દોષ, બાબુ બજરંગીને આજીવન કેદની સજા, હાઈકોર્ટે આપ્યો ચુકાદો


Foto

નરોડા પાટિયા કેસ : માયા કોડનાની નિર્દોષ, બાબુ બજરંગીને આજીવન કેદની સજા, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

April 20, 2018, 11:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. આ કેસમાં દોષિત બાબુ બજરંગીને આજીવન કેદની સજા જાળવી રાખી છે જયારે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બજરંગીને પૂરી જિંદગી જેલમાં રહેવું પડશે. ૧૬ વર્ષ પહેલાં થયેલા આ નરસંહારમાં ૯૭ લોકોની મોત થયા હતા.

૧૬ વર્ષ પહેલા ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ અમદાવાદનાં નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં ડબ્બા સળગાવવાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા ત્યારે નરોડા પાટિયા વિસ્તાર સૌથી ખરાબ રીતે તોફાનગ્રસ્ત હતો. અહી ૯૭ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી જયારે ૩૩ લોકો ઘાયલ થયા હતા.