loader

Breaking News


Home > Bollywood > નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરાઈ, ન્યુટન ફિલ્મને મળ્યો બેસ્ટ હિન્દી ફિલ્મ એવોર્ડ


Foto

નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરાઈ, ન્યુટન ફિલ્મને મળ્યો બેસ્ટ હિન્દી ફિલ્મ એવોર્ડ

April 13, 2018, 1:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કમિટીના ચેરમેન શેખર કપૂરે આજે ૬૫ માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. ફિલ્મ ન્યુટન માટે એક્ટર પંકજ ત્રિપાઠીને એવોર્ડ આપવામાં આવ્યો જયારે મરાઠી ફિલ્મ કચ્ચા લીંબુ ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફિલ્મ એબેતુ રમકાને બેસ્ટ કન્નડ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો.

અમિત વી મસુરકરે બનાવેલ રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ન્યુટનને બેસ્ટ હિન્દી ફીલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ફક્ત ૮ કરોડ રૂપિયામાં બનેલ આ ફિલ્મ ન્યુટન અત્યાર સુધી ઘણા બધા એવોર્ડ જીતી ચુકી છે. વધુમાં વરિષ્ઠ અભિનેતા વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે તેમજ 'બાહુબલ- ધ કન્ક્લુઝન' ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇન્મેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.