loader

Breaking News


Home > Gujarat > નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ફટકારાઇ નોટીસ, શું છે મામલો જાણો


Foto

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ફટકારાઇ નોટીસ, શું છે મામલો જાણો

April 20, 2018, 8:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઊંઝાનાં દલિત આગેવાન દ્વારા પાટણમાં આત્મવિલોપન કરી લેતા દલિત સમજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જેનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો હતો. આ આત્મવિલોપનનાં પગલે જીગ્નેશ મેવાણીએ અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું. આ મુદ્દે ૧૮ ફેબ્રુઆરીનાં રોજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં વિધાનસભા વિસ્તારના દલિત આગેવાન યશ મકવાણા તેમજ સાથીઓ બંધના પગલે શાંતિપૂર્ણ વિરોધ કરવા નીકળ્યા હતા ત્યારે દમનનો ભોગ બનેલા યુવાન અને RDAM ના કાર્યકર યશ મકવાણા (ઉમર-૨૨)ના એન.એચ.આર.સી ને કરેલ અરજીમાં આક્ષેપો કરેલા કે ભાનુભાઈ વણકરના આત્મવિલોપન ના પગલે બંધના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો.



આ સમગ્ર મુદ્દે દમનનો ભોગ બનેલા યશ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસ સબ ઇન્સ્પેકટર વાઘેલાએ અમારી પર બર્બરતાપૂર્વક વર્તન કર્યું હતું તેમજ મારુ ગળું દબાવીને ગૂંગળાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ પ્રકાશ મકવાણાને પગમાં ફ્રેકચર થયું હતું. આ મામલે મળેલી અરજી ના પગલે એન.એચ.આર.સી એ પોલીસ કમિશનર અમદાવાદને કમિશનની પેનલ સમક્ષ કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર ખાતે ૨૬ એપ્રિલ ના રોજ હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે એન.એચ.આર.સી એ એ વાતની પણ નોંધ લીધી છે કે ફરિયાદી અનુસૂચિત જાતિના છે. તેમને ૧૮ ફેબ્રુઆરી બંધના એલાન દરમિયાન કરવામાં આવેલ પ્રદશનમાંથી અટકાયત કરીને નિર્દયતા પૂર્વક માર મારી જાતી વાચક ગાડો બોલવામાં આવી હતી.

એન.એચ.આર.સીનાં ઓર્ડરમાં જણાવ્યા અનુસાર ભોગ બનનાર યશ મકવાણાને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા ત્યા તેમને વોમિટિંગ થવાથી તુરંત જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી તથા કાયદાકીય રીતે ફરિયાદ કરવાની ફરજ પણ પડી હતી, આટલું થયું તેમ છતાં અત્યાર સુધી કોઈ એફ.આઈ.આર રજીસ્ટર્ડ કરવામાં આવી નથી. જેથી ફરિયાદીને કમિશનના સરણે જવાની ફરજ પડી, એન.એચ.આર.સી નાં આદેશ મુજબ બે અઠવાડિયામાં તાત્કાલિક ફરિયાદનો એહવાલ કમિશન ને સોંપવા માટે પોલીસ કમિશનર અમદાવાદને ઓર્ડર કરવામાં આવ્યો છે અને ફરિયાદની નકલ પોહચાડવામાં આવે. આ વિશે યશ મકવાણાએ જણાવ્યું હતુ કે અમે શાંતિથી લોકોની દુકાનો તેમજ લારી, ગલ્લા બંધ કરાવી વિરોધ કરી રહ્યા હતા પણ ચોક્કસ જાતિ વિરોધી માનસિકતા ધરાવતી પોલીસે અમારી અટકાયત કરી અમુક પોલીસ કર્મીઓ દ્ધારા અમને માર માર્યો જેથી અમારે ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને પોલીસે અમારી ફરિયાદ નોંધવાની પણ ના પાડી દીધી હતી અંતે સમાજના આગેવાનોનાં દબાણ હેઠળ ફરિયાદ નોંધવમાં આવી હતી વધુમાં મકવાણાએ જણાવ્યું હતું કે તે સમય દરમિયાન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ પ્રકાશ મકવાણાને પણ પોલીસ દ્વારા માર મારીને તેમનો પગ તોડી નાંખવામાં આવ્યો હતો અને તેમણે પણ LG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની પણ ફરિયાદ નોંધવામાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વટવા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન દલિત વિરોધી રહ્યું છે. જો કે તેમણે અંતે પોતાના હક માટે લડવાની વાત કરી હતી.