loader

Breaking News


Home > National > સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર રાષ્ટ્રવ્યાપી હડતાલ, ખેડૂતોની માંગણી દૂધનો ભાવ પેટ્રોલ બરાબર થાય


Foto

સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર રાષ્ટ્રવ્યાપી હડતાલ, ખેડૂતોની માંગણી દૂધનો ભાવ પેટ્રોલ બરાબર થાય

June 2, 2018, 10:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશભરથી ખેડૂતોએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિ પર સવાલો ઉઠાવતા ઉગ્ર હડતાલ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા બોલાવવામાં આવેલ હડતાલનો આજે બીજો દિવસ છે. દેશનાં લગભગ સાત રાજ્યોમાં આ હડતાલની વધુ અસર જોવા મળી રહી છે. આ હડતાલને ૧૩૦ સંગઠનોનો સાથ મળેલ છે.




દેશમાં લોકો ધીરે ધીરે કેન્દ્ર સરકાર પર આરોપ કરતા થયા છે. જે સરકારે ખેડૂતોનાં હિત માટે મોટા મોટા વાયદાઓ કર્યા હતા તે જ સરકાર આજે ખેડૂતોનાં વિરોધનો સામનો કરી રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હડતાલનો આજે બીજો દિવસ છે. હડતાલનાં પહેલા દિવસે ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ વહેતુ કર્યુ અને શાકભાજીને પણ ફેંકી દીધી હતી. ખેડૂતોની હડતાલ શાકભાજીનાં ઓછામાં ઓછા ભાવ, સપોર્ટ ભાવ અને લઘુત્તમ આવક સહિત વિવિધ મુદ્દાઓને લઇને કરવામાં આવી રહી છે. તેટલુ જ નહી ખેડૂતોની માંગણી છે કે દૂધનો ભાવ પેટ્રોલનાં બરાબર થવો જોઇએ. ખેડૂતોનાં તીખા વલણથી આવતા સમયમાં શાકભાજી સહિત દૂધનો ભાવ વધે તો કોઇ નવાઇ નહી.