loader

Breaking News


Home > National > આ નવયુગ છે, નવભારત છે, જાણો લાલ કિલ્લા પરથી PM મોદી શું બોલ્યા ?


Foto

આ નવયુગ છે, નવભારત છે, જાણો લાલ કિલ્લા પરથી PM મોદી શું બોલ્યા ?

Aug. 15, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો હતો. પોતાના ભાષણમાં તેઓએ આદિવાસીઓથી લઈને ગરીબી અને યુવાનો દ્વારા શરુ કરવામાં આવેલા સ્ટાર્ટ અપની વાત કરી હતી. મોદીએ પોતાનાભાષણમાં આદિવાસી બાળકો દ્વારા એવરેસ્ટ ચઢાણનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ પોતાના કાર્યકાળમાં કરવામાં આવેલ વિકાસ કામોની તુલના યુપીએ સરકારનાં કાર્યકાળ સાથે કરી કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે જો અમે યોજનાઓ પર ૨૦૧૩ ની ગતિએ કામ કરીએ તો તેને પૂરું કરવામાં પેઢીઓ લાગી જતી. મોદીના અનુસાર ચાર વર્ષમાં દેશ પરિવર્તન અનુભવી રહ્યો છે. એકબીજાના સહયોગને કારણે દેશમાં ભારે પરિવર્તન આવ્યું છે. PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ચોથી ઔધોગિક ક્રાંતિ ભારત કરશે. નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાના ભાષણમાં યુવાનોનાં રોજગાર, બ્લેક મની, ડીજીટલ ઇન્ડિયા વગેરે પર ફોકસ કર્યું હતું.