loader

Breaking News


Home > Gujarat > ભારે વિરોધ વચ્ચે સ્કૂલોમાં નવરાત્રી વેકેશનનો પ્રારંભ


Foto

ભારે વિરોધ વચ્ચે સ્કૂલોમાં નવરાત્રી વેકેશનનો પ્રારંભ

Oct. 12, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અને વિદ્યાર્થીઓની અવઢવ, મૂંઝવણની પરિસ્થિતિ અને વિવાદોની વચ્ચે આજથી શહેરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રીનું વેકેશન પડી ગયું છે. નવરાત્રી વેકેશન દરમિયાન શહેરની ૧૬૮૧ શાળાઓમાં શિક્ષણકાર્ય આજથી નવ દિવસ માટે બંધ રહેશે. શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ વિભાગનાં આદેશનું પાલન કરાવવા માટે મક્કમ છે.



બીજી બાજુ, રાજય સરકારનાં નવરાત્રિ વેકેશનનાં નિર્ણયનું જે શાળાઓ પાલન નહી કરે તેવી શાળાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની સરકારે ચીમકી ઉચ્ચારી હોવાથી શિક્ષણ વિભાગ આ બાબતે પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. અગાઉ ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓ કે જે વેકેશનનો વિરોધ કરતી હતી તેવી શાળાઓ તો ઠીક સીબીએસઈની કેટલીક શાળાઓએ પણ વેકેશન જાહેર કરી દીધું છે. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવરાત્રિનું વેકેશન પડી ગયું છે. કોઈપણ શાળામાં શિક્ષણકાર્ય ચાલુ હોય કે ખુલ્લી હોય તેવી ફરીયાદ અમને અત્યાર સુધી મળી નથી. દરેક શાળાઓ તા.૧૮ ઓક્ટોબર સુધી બંધ રહેશે. કેટલીક ખાનગી શાળાઓ આજે ખુલ્લી હોવાની માહિતી હોવા બાબતે અમદાવાદ શહેર ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ ધીરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કદાચ ટૂંકા સમય માટે નવરાત્રી સેલિબ્રેશન હોય કે પરીક્ષા હોય તો શાળા ખુલ્લી હશે, પરંતુ અમારી પાસે આવી કોઈ ફરીયાદ કે માહિતી આવી નથી.