loader

Breaking News


Home > National > રાજ્યસભાનાં ઉપસભાપતિ તરીકે NDA નાં હરિવંશ નારાયણ ચૂંટાયા


Foto

રાજ્યસભાનાં ઉપસભાપતિ તરીકે NDA નાં હરિવંશ નારાયણ ચૂંટાયા

Aug. 9, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છેલ્લાં ઘણા દિવસથી રાજ્યસભાનાં ઉપસભાપતિને લઈને ચાલ્યો આવતો સસ્પેન્સ ખત્મ થઇ ગયો છે. આજે સવારે થયેલ ચુંટણીમાં NDA નાં ઉમેદવાર હરિવંશ નારાયણને મોટી જીત મળી છે. ચુંટણીમાં જીત્યા બાદ તેમને રાજ્યસભાનાં ઉપસભાપતિ ચૂંટી લેવામાં આવ્યાં છે. તેઓએ વિપક્ષનાં ઉમેદવાર બીકે હરિપ્રસાદને ૨૦ વોટથી હરાવ્યાં હતા. હરિવંશને ૧૨૫ વોટ મળ્યા હતા જયારે હરિપ્રસાદને ૧૦૫ વોટ મળ્યા હતા.

કોંગ્રેસે પોતાની પાર્ટીનાં નેતા બીકે હરિપ્રસાદને વિપક્ષનાં સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા તો બીજી બાજુ NDA એ હરિવંશ નારાયણસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. શિવસેના અને બીજેડી હરિવંશને સમર્થન આપશે તેવા સમાચાર બાદ તેમની જીતની શક્યતાં વધી ગઈ હતી. ભાજપે મતદાન સમયે પોતાના સાંસદોને હાજર રહેવા માટે ત્રણ લાઈનનો એક વ્હીપ જાહેર કર્યો હતો.