loader

Breaking News


Home > Gujarat > નીરવ મોદી - માલ્યા બાદ પાંચ હજાર કરોડ લઇને દેશમાંથી ભાગ્યો આ ગુજરાતી


Foto

નીરવ મોદી - માલ્યા બાદ પાંચ હજાર કરોડ લઇને દેશમાંથી ભાગ્યો આ ગુજરાતી

Sept. 24, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા બાદ હવે વધુ એક ગુજરાતી વેપારી નીતિન સાંડેસરા દેશ છોડીને નાઈજીરિયા ભાગી ગયો તેવી માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન સાંડેસરા પર પાંચ હજાર કરોડ રૂપિયાના બેન્ક ઘોટાળાનો આરોપ છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે કૌભાંડી નીતિન સાંડેસરા દુબઈમાં છે પરંતુ ઇડી અને સીબીઆઈના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ તે નાઈજીરિયા ભાગી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇડી અને સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિન, તેનો ભાઈ ચેતન સાંડેસરા, ભાભી દીપ્તિ સાંડેસરા અને પરિવારના અન્ય સભ્યો નાઈજીરિયામાં હોવાની જાણવામાં આવી છે. જો કે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયા સાથે ભારતની કોઈ પ્રત્યાપર્ણ સંધિ ના હોવાને કારણે તે લોકોને ભારત પાછા લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.