loader

Breaking News


Home > Gujarat > નહેરુ માત્ર સપનાનાં ભારતની વાતો કરતા જ્યારે સરદાર વાસ્તવિક ભારતને લઇને કામ કરતાઃ સ્મૃતિ ઈરાન


Foto

નહેરુ માત્ર સપનાનાં ભારતની વાતો કરતા જ્યારે સરદાર વાસ્તવિક ભારતને લઇને કામ કરતાઃ સ્મૃતિ ઈરાન

Sept. 28, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભારત દેશનાં રાજકારણમાં સરદાર પટેલ જેવી મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધારશકિત ધરાવતી અન્ય કોઇ રાજકીય હસ્તી ના હોઇ શકે. સરદાર પટેલે ભારત દેશનાં એક એક ટુકડાને જોડીને અખંડ ભારત અને ભારત દેશનાં નકશાનું નિર્માણ કર્યું અને જો સરદાર પટેલ ના હોત તો, ભારત દેશનો નકશો જ પૂર્ણ બન્યો ના હોત. આ સંજાગોમાં અંખડ ભારતનાં શિલ્પી અને નવા લોકશાહી દેશને નિર્માણ કરવામાં સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન કયારેય ભૂલી શકાય નહી એમ અત્રે ધ મેન હુ સેવ ઇન્ડિયા સરદાર પટેલ અને હિઝ આઇડિયા- પુસ્તકનાં ઓથર અને દેશનાં જાણીતા પત્રકાર હિન્દોલ સેન ગુપ્તાએ જણાવ્યું હતું. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા હિન્દોલ સેન ગુપ્તાનાં આ પુસ્તકનું શહેરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરુ એ વખતે સપનાનાં ભારતની વાતો કરતા હતા, જયારે સરદાર વલ્લભભાઇ પટલે વાસ્તવિક ભારતને લઇ કામ કરી રહ્યા હતા. કેન્દ્રીય કાપડમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં એ વખતે જયારે પણ કોઇ સમસ્યા આવતી ત્યારે સરદાર પટલને માથે ઝીંકી દેવાતી. કાશ્મીર માટેની ૩૧૭ની કલમ સરદાર પટેલ દ્વારા ઘડાયેલી તે વાતનો પણ સ્મૃતિ ઇરાનીએ છેદ ઉડાડયો હતો. તેમણે સરદાર અને નહેરૂનાં ઇતિહાસકાળ દરમ્યાનનાં એક કિસ્સાને ટાંકતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે એ વખતે કહ્યું હતું કે, જયાં સુધી પાકિસ્તાન કાશ્મીર મુદ્દે નિવારણ ના લાવે ત્યાં સુધી તેને રૂ.૫૫ કરોડ નહી મળે પરંતુ એ વખતે નહેરૂએ ના પાડી અને પૈસા આપી દેવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે સરદાર પટેલનાં બલિદાન, ત્યાગ અને સમર્પણ ભાવનાને યાદ કરી તેને કદી ન ભૂલી શકાય તેવી ગણાવી હતી. દરમ્યાન ધ મેન હુ સેવ ઇન્ડિયા સરદાર પટેલ અને હિઝ આઇડિયા- પુસ્તકનાં ઓથર અને દેશનાં જાણીતા પત્રકાર હિન્દોલ સેન ગુપ્તાએ જણાવ્યુ હતું કે, સરદાર પટેલે એક એક કરી ૫૦૦થી વધુ સ્ટેટને જોડી અખંડ ભારતનું નિર્માણ શકય બનાવ્યું હતું, જે બીજા કોઇથી શકય ન હતું.

સરદાર પટેલને સાચા અર્થમાં યાદ કરવાના અથવા તો સાચી અંજલિ આપવાના બીજા રસ્તામાં એ છે કે, આપણે(ભારત) પાકિસ્તાન પાસે અમનની કાલ્પનિક આશા ના રાખવી જોઇએ, સરદાર પટેલને છેક ૧૯૯૧માં ભારતરત્ન એવોર્ડ એનાયત કરાયો તે વાતનું મને આજે પણ દુઃખ અનુભવાય છે. દેશનાં નાગરિકોએ પણ સાચા ઇતિહાસને જાણવો જોઇએ અને તેને સાચા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. સાચા ઇતિહાસ અને તેની વાસ્તવિક હકીકતોથી ડાયવર્ટ થવાને બદલે તેના પર ફોકસ કરી તેને સ્વીકારવી જોઇએ. અખંડ ભારતનાં નિર્માણ અને લોકશાહી પ્રથા ધરાવતા દેશનાં રાજકારણમાં સરદાર પટેલનું બહુમૂલ્ય યોગદાન અમર રહેશે. ઉલ્લેખનીય છે કે, મૂળ બંગાળનાં વતની અને પત્રકાર હિન્દોલ સેનગુપ્તા દ્વારા અગાઉ ગુરૂ ગોવિંદસિંહ, સ્વામી વિવેકાનંદ સહિતનાં નવ જેટલા ખૂબ જાણીતા થયેલા અને ખ્યાતિ પ્રાપ્ત પુસ્તકો પણ લખ્યા છે. સરદાર પટેલનાં પુસ્તકનાં વિમોચન પ્રસંગે તેમણે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીનો ખાસ આભાર માન્યો હતો.