loader

Breaking News


Home > Gujarat > સ્વાઈન ફ્લુનાં નવા ૧૧ કેસ નોંધાયા, ૨ના મોત


Foto

સ્વાઈન ફ્લુનાં નવા ૧૧ કેસ નોંધાયા, ૨ના મોત

Oct. 24, 2018, 5:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સ્વાઇન ફ્લુના કારણે નવા નવા કેસોનો દોર જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના વધુ ૧૧ કેસ નોંધાયા હતા. બીજી બાજુ બે લોકોના મોતના અહેવાલ મળ્યા છે. જા કે, આને હજુ સુધી સમર્થન મળી રહ્યું નથી. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં કચ્છમાં ત્રણ કેસોનો સમાવેશ થાય છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના નહીવત જેવા કેસો નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૫૭ ઉપર પહોંચી ચુકી છે. ૧૮૭ લોકો હજુ સારવાર હેઠળ છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૬૬ કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૧૮ના મોત થયા છે. વધુ બેના મોત થતાં મોતનો આંકડો વધીને આજે ૫૫ ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૧૧ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૫૭ ઉપર પહોંચી ગઇ છે. ૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુનો એક કેસ નોંધાયો છે.