loader

Breaking News


Home > National > કરૂણાનિધી બાદ નવા યુગની થઇ શરૂઆત, સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચુંટાયા


Foto

કરૂણાનિધી બાદ નવા યુગની થઇ શરૂઆત, સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચુંટાયા

Aug. 28, 2018, 1:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ચેન્નઇ : કરૂણાનિધીનાં પુત્ર એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચુંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ તમિળનાડુનાં ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ રહી છે.



પાર્ટીનાં વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીનાં ખજાનચી બની ગયા ગયા હતા. કરૂણાનિધીનાં અવસાનનાં કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. આજે પાર્ટી હેડક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીનાં જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચુંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાંચ વખતનાં મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારનાં નામથી લોકપ્રિય ડીએમકેનાં પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું સાતમી ઓગષ્ટનાં દિવસે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. કરૂણાનિધી આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુનાં રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા.