loader

Breaking News


Home > Gujarat > ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત હશે નવું ભારત : અમિત શાહ


Foto

ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત હશે નવું ભારત : અમિત શાહ

July 14, 2018, 1:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ગુજરાતનાં ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સીટીમાં યુવાઓને સંબોધિત કાર્ય હતા અને કહ્યું હતું કે દેશની પ્રગતિ માટે યુવાનોનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ભારત જાતિવાદ, ભ્રષ્ટાચાર અને આતંકવાદથી આઝાદ થશે. કોઈ એક વ્યક્તિની મહેનતથી દેશ આગળ નથી વધી શકતો. જ્યાં સુધી દેશનો પુરુષાર્થ એક દિશામાં નાં ચાલે ત્યાં સુધી દેશનું આગળ વધવું અસંભવ છે.

વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે સવા સો કરોડ લોકો જો સામુહિક રૂપથી એક દિશામાં આગળ વધે છે તો દેશનાં સવા સો કરોડ લોકો આગળ વધે છે. તેઓએ ત્યાં હાજર યુવા ભીડને સંબોધતાં કહ્યું હતું કે આપણે દુનિયાનું સૌથી વિશાળ લોકતંત્ર છીએ. તેમણે કહ્યું હતું કે ૨૦૨૫ નાં ભારતનો વિચાર કરવો હોય તો પહેલા ભારત કેવું હતું અને આજે કેવું છે તેની પર વિચાર કરવો જરૂરી છે.