loader

Breaking News


Home > National > નવી નોકરીઓ આપવામાં ચીન 100 ટકા જયારે મોદી સરકાર 1 ટકા પણ નહી : રાહુલ ગાંધી


Foto

નવી નોકરીઓ આપવામાં ચીન 100 ટકા જયારે મોદી સરકાર 1 ટકા પણ નહી : રાહુલ ગાંધી

Aug. 25, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે જર્મનીની મુલાકાતે છે પહેલા દિવસે તેઓએ નોટબંધી અને મોબ લીન્ચિંગને બેરોજગારી સાથે જોડીને મોદી સરકારને ઘેરી હતી તેમ જ ભાજપની કડક ટીકાને પાત્ર બન્યા હતા. હવે યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ ફરી એક વખત રોજગારના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રોજગાર ના મામલે ભારત સરકાર ચીનની આસપાસ પણ નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાહુલ ગાંધી ચીનની અર્થવ્યવસ્થામાં નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા પર બોલી ચૂક્યા છે. આ વખતે રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે મોદી સરકાર ચીનનો મુકાબલો કરવાની જગ્યાએ દેશને ધર્મ અને સમુદાયના નામ પર તોડવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને સંઘ દેશમાં નફરત ફેલાવવાનું કામ કરે છે બીજી બાજુ કોંગ્રેસ લોકોને સાથે જોડીને તેમજ દેશને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે.