loader

Breaking News


Home > Gujarat > બજરંગ દળનું નવું નાટક:વેલેન્ટાઇનનાં નામે પ્રેમી યુગલો પર લાઠીઓ ઉગામી


Foto

બજરંગ દળનું નવું નાટક:વેલેન્ટાઇનનાં નામે પ્રેમી યુગલો પર લાઠીઓ ઉગામી

Feb. 15, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ: અમદાવાદમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ વેલેન્ટાઇન ડેનાં વિરોધનું નાટક કર્યું હતું, પોલીસની હાજરીમાં જ ત્રિશુલ,લાકડીઓથી રિતસર પ્રેમી યુગલો ઉપર આતંક મચાવ્યો હતો.તમાશો જોઈ રહેલી પોલીસે અંતે ૨૦ જણાની અટકાયત કરી અને ૪ શખ્સો સામે પોલીસ કમીશનનાં જાહેરનામાંનો ભંગ બદલ ગુનો નોધ્યો હતો.

બજરંગ દળ દ્વારા વેલેન્ટાઇન-ડેના વિરોધ અંગે બે દિવસ પહેલા જ શાળા-કોલેજો પાસે પોસ્ટરો લગાડ્યા હતાં.એટલું જ નહીં વોટ્સઅપ ગ્રુપમાં પણ વેલેન્ટાઇનની ઉજવણી ન કરવાં ચીમકી આપી હતી.જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બજરંગ દળનાં કાર્યકરો સાથે બેઠકો કરી હતી.ગત વર્ષે પણ વેલેન્ટાઇન-ડેનાં દિવસે યુવક-યુવતી ઉપર ટામેટાં ફેકીને પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો.અને આવું કૃત્ય નહીં કરવાં ચેતવણી આપી હતી.

બજરંગ દળનાં કાર્યકરોએ જણાવ્યું હતું કે યુવક-યુવતીઓ જાહેરમાં બીભત્સ હરકતો અને ચેનચાળા કરતાં હોય છે, જેની સામે અમને વાંધો છે તો પોલીસે પણ સામે જણાવ્યું હતું કે આવું કોઈપણ કૃત્ય આચરે અથવા ફરિયાદ મળશે તો પોલીસ તેની સામે ગુનો નોધશે, તેમ છતાં સસ્તી પબ્લીસીટી સ્ટંટ કરવા માટે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો મીડિયાને પણ સાથે લઇને આવ્યાં હતાં અને વાડજથી પાલડી સુધી રીવરફ્રન્ટ પર બેઠેલા પ્રેમી યુગલોને ભગાડ્યા હતાં.

પ્રવીણ તોગડિયાએ એવું કહ્યું હતું કે તેઓ વેલેન્ટાઇનનાં વિરોધી નથી.જો યુવક-યુવતી પ્રેમ નહીં કરે તો સૃષ્ટી કેવી રીતે ચાલશે. તેમ છતાં પણ તેમના કાર્યકરોએ રીવરફ્રન્ટ પર હોબાળો મચાવ્યો હતો.આ બનાવ બનતાં રીવરફ્રન્ટ પર પોલીસનો કાફલો પહોચી ગયો અને એક પછી એક એમ બજરંગ દળના અને વીએચપીનાં કુલ ૨૦ કાર્યકરોની ધરપકડ કરી હતી.