loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર સીવીલ હોસ્પીટલનાં એક્સ-રે વિભાગને મળી નવી સૂરત


Foto

ગાંધીનગર સીવીલ હોસ્પીટલનાં એક્સ-રે વિભાગને મળી નવી સૂરત

Feb. 8, 2018, 4:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર સીવીલ હોસ્પીટલનાં રેડિયોલોજી વિભાગમાં છેલ્લા 2 વર્ષથી રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન રેડિયોલોજી વિભાગની જગ્યા બદલવામાં આવી હતી. જો કે હવે રિનોવેશનનું કામ પૂર્ણ થતા રેડિયોલોજી વિભાગને પોતાની અસલ જગ્યા પર લાવવામાં આવ્યુ છે.

રિનોવેશન પહેલા




રિનોવેશન બાદ


ગાંધીનગરનાં સીવીલ હોસ્પીટલમાં રોજ હજારો લોકો સારવાર અર્થે આવે છે. ત્યારે આવનાર દર્દીને તકલીફ ન પડે તે માટે ખાસ હોસ્પીટલને રિનોવેટ કરવામાં આવી રહી છે. જ્યા પહેલા રેડિયોલોજી અને લેબોરેટરીને એક જ વિભાગમાં રાખવામાં આવેલ હતો, ત્યા હવે તે બંન્ને વિભાગોને અલગ-અલગ કરી સુ-વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેડિયોલોજી વિભાગનાં યુ.એસ.જી. અને એક્સ-રેનાં દર્દીઓને અલગ-અલગ લાઇનમાં ઉભા રહેવાની સગવડ કરવામાં આવી છે. કોઇ પણ દર્દીને એક્સ-રે વિભાગમાં આવ્યા બાદ એક્સ-રેને લાગતી કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ આયોજન એક્સ-રેનાં ઇનચાર્જ વાઇ.સી.જાદવ દ્વારા કરવામાં આવેલ છે.