loader

Breaking News


Home > Gujarat > વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી


Foto

વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી

Jan. 17, 2018, 11:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં ઘણાં દિવસો અગાઉ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનાં સભ્યોએ શપથ લઇ લીધા હતાં પણ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવાનાં બાકી હતાં જેના માટે વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષની નિમણુંક આજે કરવામાં આવી છે. રાજ્યપાલ ઓ.પી કોહલી દ્વારા વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી હતી જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ તારીખ ૨૩ જાન્યુઆરીનાં રોજ સ્વર્ણિમ સંકુલનાં સાબરમતી હોલમાં યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મંત્રીમંડળે શપથ લઇ લીધા બાદ તારીખ ૩ જાન્યુઆરીનાં રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની હતી જે અગમ્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. વિધાનસભા ગૃહનું રીનોવેશન ચાલતું હોવાથી હવે સ્વર્ણિમ સંકુલ ૧ માં યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામો આવ્યે એક મહિનો વિત્યો હોવા છતાં હજુ ધારાસભ્યોની શપથવિધી ના યોજાતાં ભારે ઉહાપોહ મચ્યો હતો. હવે ઉતરાયણ બાદ કમૂરતાં ઉતરતાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે.