loader

Breaking News


Home > Gujarat > નવ વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો, સોલામાં ચાર જણાંને દ્રષ્ટિ ગુમાવી


Foto

નવ વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો, સોલામાં ચાર જણાંને દ્રષ્ટિ ગુમાવી

July 5, 2018, 3:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધી લાગવામાં આવી છે છતાં પણ દારૂ આખા ગુજરાતમાં ઠેરઠેર વેચાય છે જેને કારણે નશાબંધી, દારૂબંધી વગેરે જેવાં કાયદાઓ માત્ર કાગળ પર જ છે બુટલેગરોને કે અસામાજિક તત્વોને પોલીસનો કે કોઈનો પણ ડર રહ્યો નથી કેમ કે હપ્તાખોર પોલીસની રહેમનજર હેઠળ જ ખુલ્લેઆમ દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. ગઈકાલે સોલામાં દેશી દારૂ પીધા બાદ અચાનક ચાર યુવકોની તબિયત બગડી અને તેમની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી જેને કારણે લઠ્ઠાકાંડના કારણે જ આ સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. અમદાવાદમાં આજે નવ વર્ષ બાદ ફરી એકવાર આજે લઠ્ઠાકાંડનું ભૂત ફરી વળ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સોલામાં રહેતાં અને પ્લમ્બિંગ કામ કરતાં મહેશભાઈ, પ્રવીણભાઈ, ધીરેનભાઈ અને અજયભાઇએ ગઈકાલે રાત્રે સોલામાં દારૂનાં અડ્ડા પર જઈને ચારે શખ્સોએ દારૂ પીધો હતો એ સામ્યદર્મીયાન તેઓને કાંઈજ ના થયું પરંતુ સવારે ઉઠતા જ આંખોમાં અને ગળામાં બળતરાં થવા લાગ્યાં અને શરીર ઢીલું પડવા માંડ્યું હતું અને આંખે કાંઈ દેખાતું ન હતું જેને કારણે તેઓને તાકીદે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં જ્યાં પ્રવીણભાઈ અને મહેશની તબિયત વધારે ખરાબ હોવાથી બને જણાને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ચારે જણાનાં આ બલ્ડ સેમ્પલ F.S.Lમાં મોકલાયાં જેનાથી દારૂમાં ઈથોલોન અને મિથેલોનનું પ્રમાણ કેટલું છે જેવી સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

લઠ્ઠાકાંડની જાણ થતાં જ પોલીસ સફાળી જાગી હતી અને તમામ વિસ્તારોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં દારૂનાં અડ્ડા ધમધમતાં હોય તેવાં સરદારનગર, બાપુનગર, વટવા, નારોલ, તેમજ અન્ય સ્થળોએ દરોડા પાડ્યાં હતાં.