loader

Breaking News


Home > National > નિરવ મોદી - મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટીસ માટે CBI થઇ એક્ટીવ


Foto

નિરવ મોદી - મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટીસ માટે CBI થઇ એક્ટીવ

June 12, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી જનાર નિરવ મોદી હાલ બ્રિટનમાં જ છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. નિરવ મોદી વિરુદ્ધ ખુબ જલ્દી રેડ કોર્નર નોટીસ જાહેર થાય તેવી શક્યતાઓ છે. તપાસ એજન્સી સીબીઆઈએ સોમવારે ઇન્ટરપોલનો આ મુદ્દે સંપર્ક કર્યો હતો. સીબીઆઈ નિરવ મોદીની સાથે સાથે મેહુલ ચોકસી વિરુદ્ધ પણ રેડ કોર્નર નોટીસ જાહેર કરશે.

ઇન્ટરપોલની તરફથી રેડ કોર્નર નોટીસ બહાર પાડયા બાદ આ લોકો પર સંક્જો કસવો આસાન થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે ઇન્ટરપોલમાં સામેલ થયા બાદ ઇન્ટરપોલનાં સભ્ય દેશો માટે આ બંનેની ધરપકડ કરવી સરળ થઇ જશે. વધુમાં મીડિયા રીપોર્ટસ અનુસાર નિરવ મોદી હાલ લંડનમાં છે અને ત્યાં રાજકીય શરણ લેવાની કોશિશ કરી રહ્યો છે.