loader

Breaking News


Home > Gujarat > સીએમ બનવા નીતિન પટેલ રાજકીય રમત રમી રહ્યા છે : એકતા મંચ


Foto

સીએમ બનવા નીતિન પટેલ રાજકીય રમત રમી રહ્યા છે : એકતા મંચ

Oct. 11, 2018, 5:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતીયો પર હુમલા, હિંસા અને તેમની હિજરતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે બીજીબાજુ, ગુજરાતનું રાજકારણ પણ ગરમાતાં હવે વરવું રૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે. કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ત્યારે જેના પર હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે એવી ઠાકોર સેનાએ આજે નીતિન પટેલ પર મોટો અને ગંભીર આરોપ લગાવ્યો છે કે, રાજયમાં પરપ્રાંતીયો પર હુમલા અને હિંસા માટે નીતિન પટેલ જવાબદાર છે. રાજકીય લાભ લેવા અને મુખ્યમંત્રી બનવા માટે તેમણે આ રમત રમી છે.

ઠાકોર સેનાએ મીડિયા સમક્ષ નીતિન પટેલ પર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે નીતિન પટેલ જ ગુજરાતમાં શાંતિ ઈચ્છતા નથી. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે તેઓ રાજકીય રમત રમીને હિંસા કરાવે છે. ગુજરાતમાંથી પરપ્રાંતીયો પલાયન થઈ રહ્યા છે તેમને રોકવાનું કામ યોગ્ય રીતે રાજ્ય સરકાર કરી રહી નથી. ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચે નીતિન પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે જે બાળકોના ભવિષ્ય સાથે રમત રમે તે પરપ્રાંતીય સાથે શું ન કરી શકે? આવા આરોપ સાથે જ એક વર્ષ પહેલા શિક્ષણમાં ડોમિસાઈલ પર કરવામાં આવેલા નીતિન પટેલના સન્માન ફોટો અને સોશિયલ મીડિયાની સ્ક્રિન શોટ જારી કર્યા હતા.

ગુજરાતમાં થયેલા પરપ્રાંતીય હુમલાની વિરોધમાં અને પરપ્રાંતીય સાથે સુમેળ સાધવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોર આવતીકાલે સદભાવના ઉપવાસ કરવાના છે ત્યારે આ ઉપવાસમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. જા કે, આ બંને નેતાઓ દ્વારા અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ કાર્યક્રમમાં હાજરી આપવાના બહુ ઓછા ચાન્સીસ છે. કેટલાક રાજકીય વિશ્લેષકો આ માત્ર અલ્પેશ ઠાકોરનો પબ્લીસીટી સ્ટંટ અને વિવાદ ખાળવાના પ્રયાસ સમાન ગણાવી રહ્યા છે.