loader

Breaking News


Home > Gujarat > નીતિન પટેલે ૧,૮૩,૬૬૬ કરોડનું અંદાજપત્ર રજુ કર્યું, વાંચો નવી શું જોગવાઈ કરવામાં આવી


Foto

નીતિન પટેલે ૧,૮૩,૬૬૬ કરોડનું અંદાજપત્ર રજુ કર્યું, વાંચો નવી શું જોગવાઈ કરવામાં આવી

Feb. 20, 2018, 2:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું નાણા બજેટ આજે નીતિન પટેલે રજુ કર્યું હતું જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 907 કરોડની જોગવાઇ કરવામાં આવીં હતી જેનાથી રાજ્યનાં વિધાર્થીઓને લાભ મળશે. વધુમાં ની રીપ્લેસમેન્ટ તથા હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના ઓપરેશન દીઠ રૂપિયા 40 હજાર અને બે પગના ઓપરેશન માટે 80 હજારની સુધીની સહાયની જાહેરાત નીતિન પટેલે કરી હતી.

આજે રજુ થયેલા બજેટમાં મા અમૃતમ યોજનામાં અઢી લાખની મર્યાદા હતી તેને વધારીને ૩ લાખ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 395 કરોડની જોગવાઈ. ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે 28.50 કરોડ નીતિન પટેલે ફાળવ્યા હતા. નીતિન પટેલે રાજય સરકારનુ વર્ષ ૨૦૧૮ -૧૯ નુ અંદાજ પત્ર ૧,૮૩,૬૬૬ કરોડનુ અંદાજપત્ર રજુ કર્યું હતું.આ ઉપરાંત આજે કોંગ્રેસના બે ધારાસભ્યો હર્ષદ રીબડીયા અને અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા તેમજ કોંગ્રેસનાં ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. પત્રકારોને પ્રશ્નોતરી સમયે યોગ્ય વ્યવસ્થા ના મળતાં તેઓએ પણ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો.