loader

Breaking News


Home > Gujarat > નીતિન પટેલને ડે. CM ના પદથી ઉતારે તો પાટીદાર પાવર ભાજપ માટે ડીમ થઇ જાય ?


Foto

નીતિન પટેલને ડે. CM ના પદથી ઉતારે તો પાટીદાર પાવર ભાજપ માટે ડીમ થઇ જાય ?

May 26, 2018, 4:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી બાદ ૯૯ આંકમાં ભાજપની સંખ્યા છે. ત્યારે જોવા જઈએ તો પાર્ટી - પક્ષમાં નારાજગી વિરોધ વંટોળ તો રહે જ, જયારે આજનાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં CM હતા ત્યારે કોઈ ચૂં કે ચા કરતુ નહોતું અને ત્યારબાદ અમિત શાહે પક્કડ પકડી રાખી હતી પણ ભાજપનાં સુપ્રીમો અમિત શાહ પોતે અનેક રાજ્યોની જવાબદારીઓ લઈને ફરતા ગુજરાતમાં ગાબડું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા પડીકાઓ અને અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ ઉપરાંત એવું ચર્ચાઈ રહ્યું છે પાટીદાર પાવર અકબંધ રાખવા માટે નીતિન પટેલને પાટીદાર સમાજના બે સંગઠન જેમાં હાર્દિક પટેલનું પાસ અને લાલજી પટેલનું એસપીજી સંપૂર્ણ ટેકો આપી શકે છે જેને કારણે સમાજમાં એકતાનો સંદેશો જઈ શકે છે જે ભાજપ માટે મુસીબત ઉભી કરે તો નવાઈ નહી.

ભાજપનાં સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જો નીતિન પટેલને ડેપ્યુટી સીએમ પદેથી ઉતારે તો પાવરફુલ ભાજપમાં પાટીદાર નેતા કોણ ? આજે દેશમાં પેટ્રોલ - ડીઝલનાં ભાવો વધવાથી લઈને અનેક સમસ્યાઓથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે ભાજપમાં થયેલ ભડકો ક્યાંક આગ બન્નીએ ચિનગારી ના ચપાઈ જાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપમાં સબ બરાબર હૈ, સબ ઠીક હૈ ત્યારે વર્ષો જુના ૧૯૮૦ થી ભાજપના કાર્યકર તરીકે કામ કરતાં નીતિન પટેલને પણ સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓનું ખંડન કરવું પડ્યું હતું.

આજે ભાજપ દ્વારા ભવિષ્યમાં પણ જો આ નિર્ણય લેવાનું નક્કી કરીને ઉત્તર ગુજરાતનું આધિપત્ય પૂર્ણ થઇ જાય તેમ છે. હા નીતિન પટેલ મંત્રીથી લઈને ડે. સીએમની ખાસ્સી એવી મજલ કાપી ચુક્યા છે અને પટેલ સમાજમાં પણ પટેલ પાવર અકબંધ રાખ્યો છે ત્યારે ૨૦૧૭ માં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં મહેસાણાની બેઠક પરથી ચુંટણી જીતવું અશક્ય હતું છતાં અગાઉનાં કરેલા કામો અને પાટીદાર સમાજમાં વજન અને પ્રભુત્વ આજે પણ અકબંધ હોવાથી નીતિન પટેલને જો પડતા મુકવાનો નિર્ણય ભાજપ કરે તો તે ઘાતક પુરવાર થાય તેવું ચર્ચાઈ રહ્યું છે.