loader

Breaking News


Home > National > નહી તૂટે નીતીશ સાથેનું ગઠબંધન, રમત રમવાનું બંધ કરે વિપક્ષ : અમિત શાહ


Foto

નહી તૂટે નીતીશ સાથેનું ગઠબંધન, રમત રમવાનું બંધ કરે વિપક્ષ : અમિત શાહ

July 13, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, પટના : પટનાનાં જ્ઞાન ભવનમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે બિહાર અને કેન્દ્ર સરકાર બિલકુલ એકજૂથ છે. અમે મળીને દરેક ૪૦ બેઠકો પર લોકસભા ચુંટણી જીતીશું. નીતીશ કુમાર સાથે NDA નું ગઠબંધન નહી તૂટે. અમે અમારા સહયોગીઓને સાચવવા આવ્યાં છીએ. અમે સહયોગીઓની સાથે છીએ. અમે નીતીશ કુમારની સાથે છીએ અને રહીશું.

વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે જેડીયુ અને ભાજપનું ગઠબંધન કોઈ ગમે તે કરી લે પણ તૂટી નહિ જાય, નીતીશ કુમાર અમારી સાથે છે અને સાથે જ રહેશે. અમિત શાહે જણાવ્યું હતું કે જે રીતે અમારા ગઠબંધનને તોડવાની કોશિશ ચાલુ છે ત્યારે હું કહી દેવા માંગું છું કે આગામી લોકસભા ચુંટણીમાં અમે ૪૦ માંથી ૪૦ બેઠકો જીતી જઈશું.

વિપક્ષો પર આકરા પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે જે રીતે બંને પાર્ટીઓ વચ્ચે ઝગડાની વાત ફેલાવવામાં આવી રહી છે ત્યારે કઈ પણ થવાનું નથી. લોકોને જોવું હોય તો જોતા રહે બિહારમાં NDA મજબુત છે અને રહેશે.