loader

Breaking News


Home > National > NRC માં બળજબરીથી કોઈનાં વિરુદ્ધ એક્શન નહી લેવાય : રાજનાથસિહ


Foto

NRC માં બળજબરીથી કોઈનાં વિરુદ્ધ એક્શન નહી લેવાય : રાજનાથસિહ

Aug. 3, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : NRC પર જવાબ આપતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ મુદ્દા પર ઘણી ગંભીર ચર્ચા થઇ છે. તેઓએ કહ્યું હતું કે દેશહિત અને સંપ્રભુતાનાં મુદ્દે સદન હંમેશા એકમત રહ્યું છે. રાજનાથસિહે જણાવ્યું હતું કે NRC મુદ્દે સ્થિતિ સાફ થવા દો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજુ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને તે અંતિમ લિસ્ટ નથી. રાજનાથસિંહે જણાવ્યું હતું કે સમજુતી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સમયગાળામાં થઇ હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અસમમાં કાયદો અને વ્યવસ્થા પૂરી રીતે મજબુત રાખવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ૪૦ લાખ પરિવાર નથી પરંતુ વ્યક્તિ છે. તેઓએ જણાવ્યું હતું કે માંગવામાં આવેલા જરૂરી પ્રમાણપત્રો આપવા પર કોઈપણ ભારતીયનું નામ NRC માંથી નહી છૂટે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અ પ્રકિયામાં પૂરી રીતે નિષ્પક્ષતા અપનાવવામાં આવશે અને કોઈને હેરાન કરવામાં નહિ આવે.