loader

Breaking News


Home > National > અયોધ્યામાં રામમંદિર બનાવતાં દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે : ગિરિરાજ સિંહ


Foto

અયોધ્યામાં રામમંદિર બનાવતાં દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે : ગિરિરાજ સિંહ

Nov. 5, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે રવિવારે જણાવ્યું હતું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે અયોધ્યામાં રામમંદિર નિર્માણને અટકાવી શકે. તેઓએ કહ્યું હતું કે લોકો સરકાર અને કોર્ટ તરફથી ઈચ્છે છે કે તેઓ રામમંદિર નિર્માણનો રસ્તો શોધે.

ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે દેશના 100 કરોડથી વધુ લોકોની આસ્થા પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલ છે. લોકોની આશાઓ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું જેને કારણે તેઓમાં નારાજગી અને અસંતોષ ફેલાયો છે પરંતુ જલ્દી મંદિર નિર્માણની દિશામાં માર્ગ મળી જશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકવાની.

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો એકવાર ફરીથી રાજકારણના કેન્દ્રમાં છે. તેને બનાવવાની સતત ઉઠી રહેલ માંગોને લઈને રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા તેના પર ખાનગી સભ્ય બિલ લાવી શકે છે. ગુરુવારે રાકેશ સિન્હાએ ટ્વીટ કરી હતી કે જે લોકો ભાજપ અને આરએસએસને પૂછે છે કે રામ મંદિર ક્યારે બનશે તેની તારીખ જણાવો શું તેઓ આ ખાનગી બિલને સમર્થન આપશે ?