loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ મોદીનો સામનો કરવામાં વિપક્ષ પાંગળો સાબિત થયો છે : જીતું વાઘાણી


Foto

ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ મોદીનો સામનો કરવામાં વિપક્ષ પાંગળો સાબિત થયો છે : જીતું વાઘાણી

May 21, 2019, 2:48 p.m.
      Whatsapp   

લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેની સાથે જ તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપ ફરી બહુમતી સાથે સત્તામાં આવી રહ્યું છે. ભાજપના તમામ  નેતાઓ એક્ઝિટ પોલના આંકડાઓને લઇને પોતાનું નિવેદન આપી રહ્યા છે.

એગ્ઝિટ પોલના આંકડાઓ બાદ ભાજપના જીતુ વાઘાણીનું નિવેદન સામે આવી રહ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત નિશ્ચિત છે. અને અમે એક્ઝિટ પોલના આંકડાઓ અને જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએ. મોદી અને અમિત શાહ ગુજરાતના છે, અને આ તેમનું ગુજરાત છે તો સ્વાભાવિક રીતે લોકો પોતાના પનોતા પુત્રોને જ સત્તામાં લાવશેને… ગુજરાતમાં 26 બેઠક પર BJPની જીતના એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. ફરીથી એક વખત ગુજરાતમાં ભાજપ તમામે તમામ 26 બેઠકો જીતીને કોંગ્રેસને ક્લિનચીટ કરશે. તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા કે, નરેન્દ્ર મોદીનો સામનો કરવા વિપક્ષ પાસે કોઇ મજબૂત નેતૃત્વ નથી. ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં વિપક્ષ પાંગળો સાબિત થયો છે.