loader

Breaking News


Home > National > કટોકટીમાં લોકોને જ નહિ પરંતુ વિચારોને પણ બંધક બનાવવામાં આવ્યાં : PM મોદી


Foto

કટોકટીમાં લોકોને જ નહિ પરંતુ વિચારોને પણ બંધક બનાવવામાં આવ્યાં : PM મોદી

June 26, 2018, 9:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : PM મોદીએ આજે ટ્વીટ કરીને ૧૯૭૫ માં લગાવવામાં આવેલી કટોકટીની ટીકા કરી હતી, તેઓએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે રાજકીય શક્તિ માટે ફક્ત જનતા જ નહિ પરંતુ વિચારોની આઝાદીને પણ બંધક બનાવવામાં આવ્યાં હતા.

૨૫-૨૬ જુનના રોજ લાગુ કરવામાં આવેલ આ આદેશ બાદ દેશની હાલત ઉપર પણ પ્રધાનમંત્રી મોદીએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેઓએ લખ્યું હતું કે હું તે દરેક પુરુષ અને મહિલાઓની શક્તિને સલામ કરું છું જેઓએ કટોકટીનો પુરજોશમાં વિરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ૪૩ વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલ આ આદેશને ભારત કાળા સમય તરીકે યાદ રાખશે. જ્યાં દરેક સંસ્થાનોને દબાવવામાં આવ્યાં અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો.