loader

Breaking News


Home > National > છોકરી ભગાડી લાવવાની ઓફર આપનારા BJP ધારાસભ્યને નોટિસ અપાઈ


Foto

છોકરી ભગાડી લાવવાની ઓફર આપનારા BJP ધારાસભ્યને નોટિસ અપાઈ

Sept. 6, 2018, 1:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : દહીં હાંડી ઉત્સવ દરમિયાન છોકરી ભગાડવામાં મદદની વાત કરનાર ભાજપનાં ધારાસભ્યને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. મુંબઈની ઘાટકોપર પશ્ચિમ વિધાનસભા બેઠકથી ભાજપનાં ધારાસભ્ય રામ કદમે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં છોકરાઓને છોકરી ભગાડી લાવવામાં મદદ કરવાની ઓફર કરી હતી. રામ કદમનાં આ મહારાષ્ટ્ર મહિલા રાજ્ય આયોગની અધ્યક્ષ વિજયા રાહતકરે નારાજગી દર્શાવી હતી. તૅઑવ મહિલાઓના વિરુદ્ધમાં વિવાદાસ્પદ નિવેદનને લઈને રામ કદમને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે.

રામ કદમને આઠ દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. ભાજપ ધારાસભ્યે સોમવારે રાત્રે યુવાનનોને કથિત રીતે જણાવ્યું હતું કે તેઓ જે છોકરીને પસંદ કરો છો તે તમારો પ્રસ્તાવ ફગાવી દે તો તેઓ તેમના માટે ખુદ તે છોકરીને કિડનેપ કરશે. જો કે દહીં હાંડી કાર્યક્રમમાં આપેલા આ નિવેદન બાદ તેઓએ પાછળથી માફી પણ માંગી હતી.