loader

Breaking News


Home > Gujarat > લાલકિલ્લા બાદ હવે ,રાણકી વાવનો વારો સરકાર તેને પણ દત્તક આપશે.


Foto

લાલકિલ્લા બાદ હવે ,રાણકી વાવનો વારો સરકાર તેને પણ દત્તક આપશે.

May 5, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:લાલકિલ્લા બાદ હવે કેન્દ્ર સરકાર ગુજરાતનાં ઐતિહાસિક સ્મારકોને પણ દત્તક આપશે. જેમાં પ્રારંભિક તબક્કે રાણકી વાવ , ઉપરાંત મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેર, જૂનાગઢ અશોકનો શિલાલેખ અને બૌદ્ધ ગુફાઓ જેવાં હેરિટેજ સ્મારકોને પણ દત્તક લેવાં માટે સરકારે કોર્પોરેટ કંપનીઓ સાથે તેની વાતચીત આરંભી છે. અંતે નોધનીય છે કે સરકારે લાલકિલ્લાને દાલમિયા ગ્રુપને દત્તક આપ્યો ત્યારથી લોકોએ સરકારનાં આ નિર્ણયની ખુબજ ટીકા કરી હતી.

રાણકી વાવને એડોપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ યોજનાં હેઠળ ગ્રીન કેટેગરીમાં મૂકવામાં આવી છે.ગુજરાત સરકારે રાણકી વાવ અને અન્ય હેરિટેજ સાઇટ દત્તક લેવા માટે ગુજરાતની ટોચની કોર્પોરેટ કંપનીઓ સાથે વાટાઘાટો શરું કરી દીધી છે.હાલમાં રાણકી વાવ આર્કિઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાનાં હસ્તક છે. સોલંકી કાળની રાણકી વાવનું દેશ-વિદેશમાં ખુબ આકર્ષણ છે. 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરાયા બાદ પર્યટકોનો ખુબ મોટો ધસારો જોવાં મળ્યો હતો.વર્ષમાં આશરે 4000 વિદેશી સહિત 3.50 લાખ પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાત લે છે. અત્યારે રાણીની વાવની મુલાકાત લેવાં માટે 5 રૂપિયા એન્ટ્રી ફી રખાઇ છે. એડોપ્ટ હેરિટેજ સ્કીમ હેઠળ તેની પુરાતત્ત્વીય ઓળખ જાળવી રાખવાની સાથે પ્રવાસીઓ માટે સુવિધાઓ પણ વધારાશે.

કેવી સુવિધા હશે:

આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો પ્રમાણે પ્રાથમિક સુવિધા - સ્વચ્છ સ્મારક હેઠળ પ્લાસ્ટિક મુક્ત સ્થળ - બેરિયરમુક્ત એટલે કે તમામને સરળતાથી પ્રવેશ મળે તેવી વ્યવસ્થા - વાઇફાઇ, ઓડિયો ગાઇડ એપ - ક્લોક રૂમ - ટિકિટ કાઉન્ટર/ કેશલેસ કાઉન્ટર - કેન્ટીન, હેન્ડિક્રાફ્ટ શોપ્સ - સીસીટીવી કેમેરા સાથેની એડ્વાન્સ સર્વેલન્સ સિસ્ટમ - લાઇટ એન્ડ સાઉન્ડ શો - બેટરી ઓપરેટેડ વાહનો વગેરે.

ઉદ્યોગગૃહો સાથે સાથે વાતચીતો ચાલે છે. એએસઆઇ હસ્તકનાં સ્મારકો અંગે પરામર્શ ચાલી રહ્યો છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકનાં સ્મારકો અંગે પણ વાતચીત ચાલી રહી છે. આ માટે ગુજરાતના મોટા અને અગ્રણી ઉદ્યોગગૃહોને પત્રો પણ લખવામાં આવ્યા છે.’ - જેનુ દેવન, એમડી, ગુજરાત ટૂરિઝમ