loader

Breaking News


Home > National > હવે નહી વેચાય એર ઇન્ડિયા, સરકારે તૈયાર કર્યો નવો પ્લાન


Foto

હવે નહી વેચાય એર ઇન્ડિયા, સરકારે તૈયાર કર્યો નવો પ્લાન

June 20, 2018, 10:40 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની એર ઈન્ડિયાને વેચવાની યોજના હાલ અટકાવી દીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચુંટણી વર્ષમાં સરકાર એર ઈન્ડિયાને સંચાલન માટે જરૂરી નાણા પુરા પાડશે.

સરકારે દેવાના બોજથી દબાયેલ એર ઇન્ડીયાની ૭૬ ટકા ભાગીદારીને વેચવાનો નિર્ણય કર્યો હતો જો કે સરકારને એર ઇન્ડિયા માટે કોઈ ખરીદનાર નહોતો મળ્યો. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા એરલાઈન માટે બોલી લગાવવાની સમયસીમા સમાપ્ત થઇ ગઈ હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાને જલ્દીથી પોતાના રોજીંદા સંચાલન માટે સરકાર તરફથી સહાય મળશે તેમજ તે એક - બે નવા વિમાનની ખરીદી માટે ઓર્ડર પણ આપી શકશે.