loader

Breaking News


Home > National > હવે સડક પર CBI ની લડાઈ, રાહુલ ગાંધીની આગેવાનીમા દેશભરમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન


Foto

હવે સડક પર CBI ની લડાઈ, રાહુલ ગાંધીની આગેવાનીમા દેશભરમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

Oct. 26, 2018, 9:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લાંચ કાંડથી શરુ થયેલ સીબીઆઈની લડાઈ હવે પુરી રીતે રાજકીય થઇ ગઈ છે. સીબીઆઈમાં ચાલી રહેલ બબાલને લઈને વિપક્ષ મોદી સરકાર પર નિશાન તાકી રહ્યો છે ત્યારે હવે ખુદ રાહુલ ગાંધી આ લડાઈ સડક પર લડશે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદથી રજા પર મોકલવાના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ યોજોને સીબીઆઈ વિવાદને રફાલ ડીલ કૌભાંડ સાથે જોડી દીધું છે અને આજે તેઓ દિલ્હી સીબીઆઈની મુખ્ય કચેરી પર વિરોધ પ્રદર્શન કરશે. બીજી બાજુ કોંગ્રેસ દેશભરમાં સીબીઆઈના કાર્યાલયો આગળ વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના આ પ્રદર્શનને તૃણમૂલ કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસના પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે સુરક્ષા માટે કડક બંદોબસ્ત કરી દીધો છે. પોલીસની કોશિશ રહેશે કે કોંગ્રેસ કાર્યકર્તાઓને સ્કોપ કોમ્પ્લેક્સ આગળ જ રોકી દેવામાં આવે. વધુમાં સીબીઆઈની મુખ્ય કચેરી વાળા રસ્તે બેરીકેટ્સ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.