loader

Breaking News


Home > National > હવે કોર્ટ કાર્યવાહીનું થશે જીવંત પ્રસારણ, સુપ્રીમ કોર્ટે કરી તૈયારી


Foto

હવે કોર્ટ કાર્યવાહીનું થશે જીવંત પ્રસારણ, સુપ્રીમ કોર્ટે કરી તૈયારી

July 9, 2018, 1:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રએ આજે સુપ્રિમ કોર્ટને સૂચિત કરી હતી કે દેશભરમાં અદાલતની કાર્યવાહીનું સીધું પ્રસારણ થઇ શકે છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ચંદ્રચુડની બેન્ચે દરેક પક્ષકારોને જણાવ્યું હતું કે તેઓ કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરવા માટે ગાઈડલાઈન તૈયાર કરવાનાં હેતુથી તેના બાબતે એટર્ની જનરલ કે. કે . વેણુગોપાલને પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું.

સુપ્રિમ કોર્ટે ત્રણ મે નાં ન્યાયિક કાર્યવાહીનું સીધું પ્રસારણ, વિડીઓ રેકોર્ડીંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. એટર્ની જનરલે આ અગાઉ કોર્ટને કહ્યું હતું કે અદાલતી કાર્યવાહીનું સીધું પ્રસારણ દુનિયાનાં અનેક દેશોમાં સ્વિકાર્ય પરંપરા છે. સુપ્રિમ કોર્ટે ન્યાયિક કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા માટે ગયા વર્ષે દરેક રાજ્યની નીચલી અદાલતોમાં સીસીટીવી લગાવવાનો આદેશ આપ્યો હતો.