loader

Breaking News


Home > Gujarat > એશિયાનું સૌથી હરિયાળું પાટનગર હવે ક્રોક્રીંટનાં જંગલોમાં ફેરવવાની પેરવી સામે નગરજનો લાલઘૂમ


Foto

એશિયાનું સૌથી હરિયાળું પાટનગર હવે ક્રોક્રીંટનાં જંગલોમાં ફેરવવાની પેરવી સામે નગરજનો લાલઘૂમ

July 18, 2018, 3:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષ એ જ જીવન, દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જાઈએ, આવો અનેક નીત પોસ્ટરો, રોડ રસ્તા પર સરકાર લખેલા દેખાતા હશે, ત્યારે સરકાર જ એક બાજુ વૃક્ષો વાવોના પોસ્ટરો મારે છે અને બીજી બાજુ વિકાસની ગાડી દોડાવવા ક્રોકીંટનાં જંગલોમાં ફેરવીને હજારો વૃક્ષોનો બુકડો બોલાવવા તૈયારી કરી છે. ત્યારે હરિયાળું ગાંધીનગર, વૃક્ષોની નગરીનું નામ બિરૂદ ડાઉન થઈને હવે ક્રોકીંટનાં જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. આજે ઉનાળામાં કાળઝાર ગરમી જે પડી રહી છે તે વૃક્ષોના છેદનને કારણે આજે ગુજરાતમાં તમામ જિલ્લામાં સાર્વત્રિક પડી રહ્યો છે ત્યારે વૃક્ષો પરના અત્યાચાર સામે પર્યાવરણ પ્રેમીઓએ એક થઈને વૃક્ષોને જા કાપવામાં આવે તો વૃક્ષોને બાથ ભીડીને ચોંટી જવું એટલે ચીપકો આંદોલનનાં મંડાણ શરૂ કરવાનું બ્યુગલ ફૂંકી દીધું છે.

ચ-૦ થી વૈષ્ણવદેવી સર્કલ સુધીનાં માર્ગને પહોળા કરવા માટે ૨૦ હજારથી વધુ વૃક્ષોનો બુકડો બોલાવી જાય તેવી સ્થતિ છે. દેશમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતી જાય છે ત્યારે પાટનગરમાં પણ ટ્રાફીકની કાઢીને લોકોને ગરમીથી લઈને હરિયાળુ પાટનગરનું બિરૂદ મેળવ્યું છે તેનું બિરૂદ ક્રોકીંટ જંગળોને મળે તે બાબત સ્વીકાર્ય નથી તેવો સૂર વ્યક્ત કરીને આ મામલો જનઆંદોલન શરૂ કરવા મંગળવારના રોજ ઘ-૪ સર્કલ ખાતે એકઠા થયા હતાં ગાંધીનગર શહેર વસાહત મંડળ પ્રમુખ અરૂણ બૂચ, જીલુભા ધાંધલ, નીતિન પટેલ, જૈનુલ પટેલ, વિશેષ દરજી, પંકજ પટેલ, પાર્થ ઠક્કર સહિત અનેક પર્યાવરણપ્રેમીઓએ નગરજનોએ ભેગા થઈને વૃક્ષો બચાવવાના પગલા લીધા હતાં.