loader

Breaking News


Home > Gujarat > હવે, વિકાસ માટે લીલાછમ સેંકડો વૃક્ષોનો ફરીવાર નાશ કરાશે.!


Foto

હવે, વિકાસ માટે લીલાછમ સેંકડો વૃક્ષોનો ફરીવાર નાશ કરાશે.!

April 4, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:ગુજરાતના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર વિકાસના નામે હજારો વૃક્ષો ઉપર ભય તોળાઈ રહ્યાનો અહેવાલ તંત્રની હિલચાલ ઉપરથી જાણવા મળેલ છે.! આમ ગાંધીનગર શહેરમાં છેલ્લા બે દાયકાથી વિકાસની અવિરત ઝડપને કારણે ઝડપથી વિકસી રહેલા નગરમાં વસ્તી અને વાહન વ્યવહારમાં અગણિત વૃદ્ધિ નોંધાતા જરૂરીયાત મુજબ અને આંતરિક માર્ગોની સુવિધા માટે મોટી સંખ્યામાં વૃક્ષોનો ભોગ લેવાઈ રહૃો છે.!

વનવિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષો ઉછેરવાની મોટા પાયે કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી કે ફેન્સીંગના અભાવે તેમજ ગેરકાયદેસર દબાણોના કારણે યોગ્ય માવજતના અભાવે વૃક્ષો ઉછેરની કામગીરી ધાર્યુ પરીણામ લાવી શકતી નથી. શહેરના આંતરિક માર્ગો ઉપર ભારે વાહનોના ટ્રાફીકને ઘટાડવા માટે "જ" માર્ગને ૧૦ કિ.મી.વિકસાવીને નેશનલ હાઈવે સાથે તંત્ર જાડવા માંગે છે. જે માટે વનવિભાગ પાસેથી મંજુરી મેળવવાની દોડાધામ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે.

ચાર દાયકા પહેલા કેન્દ્રમાંથી આવેલા પ્રતિનિધિ મંડળે, ગુજરાતના પાટનગરના વિકાસ માટેની ખેતરાઉ જમીનની ઉજ્જડતા જાઈને તેમણે ધૂળીયાનગર તરીકેના કટુવહેણ કહેતાં..! તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ યુધ્ધના ધોરણે આખા ગાંધીનગરમાં વૃક્ષારોપણનું અનેરૂ અભિયાન ચલાવીને લાખો વૃક્ષોથી ગાંધીનગરને હરિયાળુ બનાવી દીધેલ અને“ગ્રીનસીટી” જેવી આગવી ઓળખ વિશ્વભરમાંથી મેળવી લીધી હતી અને ત્યારથી ગાંધીનગર એટલે "ગ્રીનસીટી" એવા નામના સાથે વિશ્વમાં પ્રસિધ્ધ બનેલ હતું. વિકાસઘેલી ભાજપ સરકાર પોતાના આયુષ્યની ભવ્યતાને એક સંભારણા તરીકે છોડવાની લ્હાયમાં...

હવે હજારો વૃક્ષો ઉપર સત્તાની કરવત ફેરવવા માટે કમર કસી રહ્યું છે અને કુદરતના ભોગે વિકાસને આગળ વધારશે.! આ માટેના પ્રયત્નોને પર્યાવરણવાદીઓ અને અગ્રણી નાગરિકો દ્વારા હરિયાળા નગરની નામશેષ થતી વનરાજીને બચાવવા માટે ઉગ્ર લોક-આંદોલન ફરીથી શરૂ થાય તેવી શકયતા પણ જાવાઈ રહી છે..!