loader

Breaking News


Home > National > હવે ATM માંથી કોડ સ્કેન કરીને નિકાળી શકશો કેશ


Foto

હવે ATM માંથી કોડ સ્કેન કરીને નિકાળી શકશો કેશ

Dec. 6, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : થોડા દિવસોમાં જ બેન્ક હોલ્ડર્સ માટે એટીએમમાંથી કેશ કાઢવા માટે નવી ટેક્નોલોજી આવી શકે છે. મળતી વિગતો અનુસાર હવે ફક્ત QR કોડ સ્કેન કરીને ATM માંથી કેશ કાઢી શકશો. આ QR કોડને મશીનના સ્ક્રીનની મદદથી સ્કેન કરવું પડશે. આ ટેક્નોલોજીને AGS ટ્રાન્જેકટ ટેક્નોલોજીએ શક્ય બનાવ્યું છે. આ કંપનીએ એવું સોલ્યુશન બનાવ્યું છે કે જ્યાં તમે UPI પ્લેટફોર્મની મદદથી કેશ નીકાળી શકશો.

યુપીઆઇ કેશ સર્વિસ માટે તમારે સાઇન ઇન કરવાની કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂરૂર નહીં પડે. આના માટે યુઝર પાસે મોબાઇલ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે જે પહેલાથી યુપીઆઈ સક્ષમ છે ત્યારબાદ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે યુઝરને ક્યુઆર કોડ સ્કેન કરવું પડશે.