loader

Breaking News


Home > National > ભાજપે અસમ બાદ હવે આ રાજ્યોમાં પણ કરી NRC ની માંગ


Foto

ભાજપે અસમ બાદ હવે આ રાજ્યોમાં પણ કરી NRC ની માંગ

Aug. 1, 2018, 11:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન્સ NRC નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા બાદ આર - પારની રાજીકીય લડાઈ વધુ તેજ બની ગઈ છે. ભાજપ જ્યાં તેણે લાવવાની ક્રેડીટ લઇ રહી છે ત્યારે વિરોધમાં વિપક્ષ એકજુથ થઇ ગયો છે. અસમની માફક હવે દેશનાં અન્ય રાજ્યોમાં પણ NRC ની માંગ શરુ થઇ ગઈ છે.

ભાજપે પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી અને યુપીમાં NRC બનાવવાની માંગ કરી છે ત્યારે સવાલ ઉદ્ભવે છે કે શું દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયાને લાગુ કરવામાં આવશે ? કેન્દ્રમાં સત્તાધારી ભાજપે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતાં બાંગ્લાદેશીઓની ઓળખ માટે NRC ની પ્રકિયા લાગુ કરવાની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ અને પ્રભારી કૈલાશ વિજયવર્ગીય તેમજ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજધાનીમાં પણ NRC ની માંગ કરી છે.