loader

Breaking News


Home > Health > દેશમાં મહિલા સ્મોકર્સની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો


Foto

દેશમાં મહિલા સ્મોકર્સની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો

Nov. 3, 2018, 1:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં છેલ્લા બે વર્ષનાં ગાળામાં મહિલા સ્મોકર્સની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જો કે આ બે વર્ષનાં ગાળા દરમિાન સ્મોકિંગનાં પ્રમાણમાં ચોક્કસપણે ઘટાડો થયો છે. અલબત્ત સૌથી વધારે મહિલા સ્મોકર્સનાં મામલે અમે અમેરિકા બાદ બીજા ક્રમાંક પર પહોંચી ગયા છીએ. આ માહિતી આરોગ્ય મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.



વર્ષ ૨૦૧૪-૧૫નાં ગાળા દરમિયાન દેશમાં ૯૩.૨ અબજ સિગરેટનો ઉપયોગ થયો છે. જે વર્ષ ૨૦૧૨-૧૩ની સરખામણીમાં ૧૦ અબજ સુધી ઓછી છે. આ ગાળા દરમિયાન સિગરેટનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૧૭ અબજ સિગરેટનાં ની સરખામણીમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૦૫.૩ અબજ સિગરેટ બનાવી દેવામાં આવી છે. આ સારા સમાચારની સાથે સાથે એક ખરાબ અને ચિંતાજનક સમાચાર એ પણ છે કે ભારતમાં ફિમેલ સ્મોકર્સની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. એક વૈશ્વિક તમાકુ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ભારતમાં વર્ષ ૧૯૮૦માં ૫૩ લાખની સરખામણીમાં વર્ષ ૨૦૧૨માં ફિમેલ સ્મોકર્સની સંખ્યા ૧૫૨૭ કરોડ સુધી પહોંચી ગઇ છે.

યુનિવર્સિટી ઓફ વોશિગ્ટનમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ નવી વિગત સપાટી પર આવી છે. ૧૮૭ દેશોમાં અભ્યાસની કામગીરી એકસાથે હાથ ધરવામાં આવી હતી. તમાકુ વિરોધી કાર્યકરો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે દુનિયાની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં મેલ સ્મોકર્સની તુલનામાં ફિમેલ સ્મોકર્સની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં આ સ્થિતી ઉંધી નજરે પડી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૪ ટકા પુરૂષો અને ૧૭ ટકા મહિલાઓ ધુમાડા વગર તમાકુનો ઉપયોગ કરે છે. ભારતનાં આંકડા ચોક્કસપણે ચિંતા ઉપજાવે તેવા દેખાઇ રહ્યા છે.