loader

Breaking News


Home > Gujarat > ૨૩ જાન્યુઆરીએ ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે


Foto

૨૩ જાન્યુઆરીએ ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે

Jan. 13, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળે શપથ લઇ લીધા પરંતુ ધારાસભ્યોએ હજુ શપથ લેવાનાં બાકી હોવાથી તેમની શપથવિધિ ૨૩ જાન્યુઆરીનાં રોજ યોજાશે. વિધાનસભા ગૃહનું રીનોવેશન ચાલતું હોવાથી હવે સ્વર્ણિમ સંકુલ ૧ માં યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામો આવ્યે એક મહિનો વિત્યો હોવા છતાં હજુ ધારાસભ્યોની શપથવિધી ના યોજાતાં ભારે ઉહાપોહ મચ્યો હતો. હવે ઉતરાયણ બાદ કમૂરતાં ઉતરતાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે.

ગુજરાતમાં મંત્રીમંડળે શપથ લઇ લીધા બાદ તારીખ ૩ જાન્યુઆરીનાં રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની હતી જે અગમ્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળે વહેલાં શપથ લઇ લેતાં તેમનાં પગાર ભથ્થાં શરુ થઇ ગયાં છે પણ ધારાસભ્યોની શપથવિધિ બાકી હોવાથી તેઓને આ મહિનાનું વેતન નહી મળી શકે. જો કે પ્રોટેમ સ્પિકરની નિમણુંક ફક્ત ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે જ થશે. કાયમી સ્પિકરની નિમણુંક ફેબ્રુઆરીમાં યોજાનારા બજેટ સત્ર દરમિયાન થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.